રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, મહિસાગર સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.અમરેલીમાં આવેલા ધારીમાં ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગઈ ગયા છે.તો બીજી બાજુ દેવભૂમી દ્વારકામાં આવેલા જામખંભાળિયામાં ભારે બફારા બાદ વરસાદ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગીર સોમનાથના કોડિનારના 6 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં સવા ત્રણ ઈંચ, વડિયામાં પોણા ત્રણ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં બે ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં બે ઈંચ,ભરૂચના વાલિયામાં બે ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા બે ઈંચ, અમરેલીના ખાંભામાં પોણા બે ઈંચ, ગાંધીનગરના દહેગામમાં સવા ઈંચ, ડાંગના આહ્વામાં એક ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
કેશોદમાં ગ્રામ્ય વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.તો સારા વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા નદી જેવો માહોલ જોવા મળ્યો હતો. તેમજ તાપી જિલ્લાના વ્યારા,વાલોડ,ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.જેને લઈને લોકોએ ગરમીથી રાહતનો અનુભવ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.