અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા મહિનાઓથી સતત ધરણા અને આદોલનો ચાલી રહ્યા છે. તેમજ હાલમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલી રહ્યું છે. આ જોતા રાજ્ય સરકાર દ્વારા પોલીસની તમામ રજા રદ્દ કરવામાં આવી છે. આગામી 8 મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવી રહ્યા છે. જેને લઇને રાજ્યમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે 3 માર્ચથી 8 માર્ચ સુધી પોલીસ કર્મચારીઓને કોઇ રજા નહી મળે.
રાજ્યના ગૃહ મંત્રાલયે એક આદેશ બહાર પાડીને રાજ્યના તમામ પોલીસોની રજા એક અઠવાડિયા માટે રદ કરવા આદેશ આપ્યો છે. એડીશનલ ડી.જી (વહીવટ) મોહન ઝાએ આજે મોડી સાંજે ‘રજા પર પ્રતિબંધ’ મૂકતો એક હુકમ કરી આદેશ આપ્યો છે કે, ૩થી ૮ માર્ચ દરમિયાન જે પોલીસ કર્મીની રજા મંજૂર હોય તેમની રજાઓ રદ કરી દેવી.
રાજ્યમાં ડિસેમ્બરમાં વિધાનસબાની ચૂંટણી યોજાવાની છે. તેથી વિવિધ સંગઠનો અને જ્ઞાતિ દ્વારા પોત પોતાની માંગને લઇને ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના લીધે પરિસ્શિતિ બગડવાની પૂર શક્યતા દેખાતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.