લિફટ સુવિધા આપવા સાથે જોખમ કારક પણ છે. ગુજરાતમાં લિફ્ટમાં ખામી સર્જાતા અકસ્માત બનવા પામ્યો. સુરત અને જામનગરમાં લિફ્ટમાં ખામી સર્જવાના કારણે અકસ્માત બનવા પામ્યો. સુરતમાં લિફ્ટ તૂટવાથી 4 લોકો ફસાતા તમામને ગંભીર ઇજા પંહોચી હતી. જ્યારે જામનગરમાં લિફ્ટ તૂટી પડવાના કારણે એક સગીરનું મોત નિપજયું છે.
સુરતમાં લિફ્ટ તૂટી પડવાના કારણે ચાર લોકોને ગંભીર ઇજા પંહોચી. જેમાં એકની હાલત વધુ ગંભીર હોવાનું મનાય છે. જ્યારે રાજ્યમાં એક જ દિવસે બીજા શહેર જામનગરમાં રણજીતનગરમાં લિફ્ટમાં ખામી સર્જાવાના કારણે 17 વર્ષના તરુણનું મોત નિપજયું. આ સગીર માલવાહક લિફ્ટમાં કેટરીંગનું કામ કરતા હતો. સગીરનું નામ તોસિફ અહેમદભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું છે. કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલ આ સગીર રણજીતનગરમાં એક પ્રસંગમાં માલવાહક લિફ્ટમાં માલસામાન પંહોચાડવા માટે ગયો હતો ત્યારે આ બનાવ બનવા પામ્યો. લિફ્ટમાં ફસાતા તેનું મોત નિપજ્યું.
આ પણ વાંચો:ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ, FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે
આ પણ વાંચો:શાળાઓના વેકેશનને પગલે કાંકરીયા સોમવારે પણ ખુલ્લુ રહેશે, શહેરીજનોના આનંદમાં વધારો