ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે દ્વારકાધીશના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી જામનગરમાં રાત્રી રોકાણ બાદ મંગળવારે ધ્રોલમાં પહોચ્યા હતા અને જાહેરસભા સંબોધી હતી. આ જાહેરસભામાં તેઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું, ભાજપની સરકારમાં પાટીદાર અને દલિતો પર ખૂબ જ અન્યાય થયો છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે બધા પ્રેમથી સાથે રહેતા હતા. કોંગ્રેસની સરકારમાં હિંસાઓ થઇ ન હતી.
વધુમાં જણાવતા તેઓએ કહ્યું, સરદાર પટેલની મૂર્તિ બની રહી છે પરંતુ તે પણ ચીનમાં બનાવવામાં આવી રહી છે. એ મૂર્તિની પાછળ મેડ ઈન ચાઈના લખ્યું હશે. જે શરમની વાત છે. ખોટું બોલી બોલીને વિકાસ ગાંડો થઈ ગયો છે.