બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હવે તીવ્ર થઈ ગઈ છે. આ કિસ્સામાં, એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. દરમિયાન આ મામલે એક નવો ઘટસ્ફોટ થયો છે. હકીકતમાં સુશાંતના પિતા કે.કે.સિંહ સતત શ્રુતિ મોદી અને રિયા ચક્રવર્તીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ વાત વોટ્સએપ ચેટ દ્વારા સામે આવી છે.
સુશાંતના પિતા રિયા અને શ્રુતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચેટ વાંચવાથી ખબર પડે છે કે, સુશાંતને મળતી સારવાર વિશે પરિવારને કહેવામાં આવ્યું ન હતું. સુશાંતના પિતાએ રિયાને એક સંદેશમાં લખ્યું, “તું મારાથી વાત કેમ નથી કરી રહી જ્યારે જાણી ગઈ છે કે હું સુશાંતનો પિતા છું, મને કોલ કરો,” તેમણે સંદેશમાં એમ પણ લખ્યું છે કે એક મિત્ર તરીકે તમે સુશાંતની સંભાળ લઈ રહ્યા છો, તેની સારવાર કરાવી રહ્યા છો, તો પછી મારી ફરજ પણ છે કે તેની સારવાર વિશે તમામ જાણવું. તો ફોન કરીને મને માહિતી આપો.
આ સાથે જ તેમણે શ્રુતિને સંદેશમાં લખ્યું છે કે, ‘હું જાણું છું કે તમે સુશાંતનું દેવું અને તેને પણ મેનેજ કરો છો. તે હાલ કઈ પરિસ્થિતિમાં છે તે વિશે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે મેં સુશાંત સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે તે ખૂબ જ પરેશાન છે. તેથી જ હું તમારી સાથે વાત કરવા માંગતો હતો જો તમે અત્યારે વાત નથી કરતા, તો હું મુંબઇ જવા માંગતો હતો.
આપણ વાંચો : રિયા ચક્રવર્તી તેના પિતા અને ભાઈ શૌવિક સાથે પહોંચી ED ઓફિસ, સુશાંત કેસમાં ફરી થશે પુછપરછ
અગાઉ ખુલાસો થયો હતો કે સુશાંત નામ હેઠળ નોંધાયેલ કંપનીનું આઈપી એડ્રેસ સતત બદલાતું રહે છે. નવી મુંબઈની કંપનીનું આઈપી સરનામું, જેમાં સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી ડિરેક્ટર હતા, 23 જૂન 2020 થી ઓગસ્ટમાં 3 વખત બદલાયા હતા. જ્યારે આજ સુધી આ કંપનીનું આઈપી એડ્રેસ 17 વાર બદલાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.