નવી દિલ્હીઃ આવનારા સમયમાં આમ લોકોને ટ્રેનમાં મુસાફરી કરવી મોધી બનશે. કેંદ્ર સરકાર રેલવેમાં સેફ્ટીના નામે ભાડુ વધારવાની તૈયારી કરી રહ્યું છે. નાણાં મંત્રાલયે રેલવેની ખાસ સલામીત ભંડોળની દરખાસ્તને રદ્દ કરી દેતા આ સ્થિતિ સર્જાઇ છે. નવી દરખાસ્તમાં ટ્રેકને વધુ મજબૂત બનાવવા અને સિગ્નલ પ્રણાલી ઉભી કરવા તેમજ માનવરહીત લેવલ ક્રોસિંગ સંપૂર્ણ નાબૂદ કરી દેવા સહિતના સલામતી સંબંધિત અન્ય માર્ગો માટે ફંડ એકત્ર કરવા માટે સિક્યોરિટી સેસ લગાવવાનો સમાવેશ થાય છે.
આ પહેલા રેલમંત્રી સુરેશ પ્રભુએ નાણાંમંત્રી અરૂણ જેટલીને પત્ર લખીને સલામતીના વિવિધ કામો માટે ખાસ રાષ્ટ્રીય રેલ સલામતી સુરક્ષા ભંડોળ બનાવવા માટે રૂપિયા 1,19,183 કરોડ ફાળવણીની માંગણી કરી હતી. નાણાં મંત્રાલયે રેલવેને એમ કહીને દરખાસ્ત નકારી દીધી હતી કે, આ ભંડોળની પોતાની રીતે જ વ્વસ્થા કરી લો. આથી મંત્રાલય પાસે રેલવે મંત્રાલય પાસે ભાડા વધારવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. નાણાં મંત્રાલયે માંત્ર 252 ટકા ભંડોળ એકત્ર કરવાની સંમતિ આપી છે. બાકીનું 75 ટકા ભંડોળ તે જાતે જ એકત્ર કરે તેમ કહેવામાં આવ્યું છે.