Not Set/ લગે રહો…ખેડૂતો અને મજૂરો વિશે વાત કરવાને બદલે મોદી પોતાનાં PRમાં રોકાયેલા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરલના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ફીટ ઈન્ડિયા કાર્યક્રમને લઇને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન ખેડૂતો અને મજૂરો વિશે વાત કરવાને બદલે પોતાનાં PRમાં રોકાયેલા છે. રાહુલ ગાંધીએ એક સમાચાર માધ્યમ સાથે વાત કરતા વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. આ સમાચારનું શીર્ષક હતી, ‘ફીટ ઈન્ડિયા સંવાદ: વિરાટે […]

Uncategorized
ec687be67813bece18b709f08c519781 1 લગે રહો...ખેડૂતો અને મજૂરો વિશે વાત કરવાને બદલે મોદી પોતાનાં PRમાં રોકાયેલા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કેરલના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ફીટ ઈન્ડિયા કાર્યક્રમને લઇને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન ખેડૂતો અને મજૂરો વિશે વાત કરવાને બદલે પોતાનાં PRમાં રોકાયેલા છે.

રાહુલ ગાંધીએ એક સમાચાર માધ્યમ સાથે વાત કરતા વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. આ સમાચારનું શીર્ષક હતી, ‘ફીટ ઈન્ડિયા સંવાદ: વિરાટે વડા પ્રધાન સાથે વાત કરી હતી- દિલ્હીના છોલે-ભટુરે તમારા માટે નુકસાનકારક છે’. આ સમાચારોનો ફોટો પોસ્ટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, “મોદી સરકારની પ્રાથમિકતાઓ – ખેડૂતો અને મજૂરો સાથે તેમની સમસ્યાઓના નિરાકરણ માટે વાત કરવાને બદલે પીઆરમાં રોકાયેલા છે.”

રાહુલ ગાંધી સતત વિવિધ મુદ્દાઓ પર વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા રહે છે. ચીનનો મુદ્દો હોય કે ગૃહ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા કૃષિ બીલોનો મુદ્દો, રાહુલ ગાંધી વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર પર હુમલો કરતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલનાં સમયમાં હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં ખેડુતો કૃષિ બિલ અંગે વિરોધ કરી રહ્યા છે. ખેડુતો દ્વારા સરકારને બીલો પાછું ખેંચવાની માંગ કરી રસ્તા પર ઉતરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ખેડુતોના વિરોધને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષોનો ટેકો પણ મળી રહ્યો છે. રાજ્યસભામાં, વિપક્ષના સાંસદોએ બિલને લઇને હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ ચોમાસા સત્રમાંથી આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, વિપક્ષી સાંસદોએ કૃષિ બીલોનો વિરોધ ચાલુ રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews