અભિનેત્રી મલ્લિકા શેરાવતને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે અને આવી સ્થિતિમાં તે હંમેશાં પોતાના જીવન વિશે કંઇક શેર કરીને ફેન્સને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રાખે છે. લોકડાઉન દરમિયાન પણ, અભિનેત્રી મલ્લિકા શેરાવત સતત તેના વીડિયો દ્વારા ફેન્સને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીનો એક ડાન્સ વીડિયો ઇન્ટરનેટ પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ વીડિયોમાં મલ્લિકા જણાવી રહી છે કે તે ડાન્સ દ્વારા કેવી રીતે ફીટ રહી શકાય છે.
વીડિયોમાં અભિનેત્રી મલ્લિકા શેરાવત મસ્તીભર્યા અંદાજમાં ડાંસ કરી રહી છે. મલ્લિકા શેરાવતનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો શેર કરતાં મલ્લિકા શેરાવત ઇંસ્ટાગ્રામ કેપ્શનમાં લખ્યું છે, “ડાન્સ પણ ફિટ અને ઠીક રહેવાનો એક માર્ગ છે.”
અભિનેત્રી મલ્લિકા શેરાવતનું અસલી નામ રીમા લાંબા છે. તેનો જન્મ હરિયાણાનાં એક નાના ગામમાં થયો હતો. અભિનેત્રીએ કારકીર્દિની શરૂઆત પહેલા જાહેરાતોમાં અભિનય દ્વારા કરી હતી. આ પછી તેણે ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લીયે‘ થી ડેબ્યૂ કર્યું હતું. જોકે, અભિનેત્રીનાં અભિનયને ફિલ્મ ‘ખ્વાહિશ‘ થી ઓળખ મળી. જે પછી મલ્લિકા શેરાવતે ઘણી ઉત્તમ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જો કે તેને ફિલ્મ મર્ડરથી વધુ પસંદ કરવામાં આવી હતી. જેમા તેના બોલ્ડ અવતારથી લોકો ચોંકી ઉઠ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.