ગીર સોમનાથ જીલ્લાની તાલાલા નગરપાલિકાનો ટેક્સ સુપરવાઇઝર ન.પા.ને ચૂન્નો લગાડી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. તાલાલા નગરપાલિકાનો ટેક્સ સુપરવાઇઝર ન.પા.નાં રૂપિયા લઈ ફરાર થઇ ગયાની વિગતોથી સમગ્ર પંથમમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાલાલા નગરપાલિકાનો ફરાર ટેક્સ સુપરવાઈઝર નગરપાલિકાના 10.77 લાખ લઈ રફૂચક્કર થઇ ગયો છે.
ન.પા.નાં ચીફ ઓફિસર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. હરેશ કોટેચા નામના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયાની સાથે સાથે પ્રાથમીક તપાસમાં સતત બે વર્ષથી ઓડિટમાં ગેરરીતિ થઇ રહી હોવાનું સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. ગેરરીતી ઓડિટેડ ખાતામાં સતત બે વર્ષ થઇ કેવી રીતે શકે તે પ્રશ્ન અનેકનાં રોટલા અભડાવતો સાબિત થશે તેવી લોક ચર્ચાને કારણે અનેક કૌભાંડીઓ સગેવગે થઇ ગયા હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….