વડોદરાઃ કોર્પોરેશનમાં કાઉન્સિલર અજિત દાધીયાએ પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેરને લાફાવાળી કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. બીજેપીના વોર્ડ નંબર 4 કોર્પોરેટર અજીત દાધીયાએ આર.સી.સીના કામનો ઇનકાર કરતા વોર્ડ નંબર 2 ના કાર્યપાલ ઇજનેર ઉશ્કેરાઇને ત્રણ લાફા ઝીકી દીધા હતા. ક
ભાજપના કાઉન્સિલર અજીત દાધીયા દ્નારા પૂર્વ ઝોનના કાર્યવાલક ઇજનેર પ્રમોદ વસાવા સાથે માથાકૂટ કરીને લાફાવળી કરી હતી. ત્યાર બાદ કર્મચારીઓએ હંગામો કરીને હડતાલ પર ઉતરી ગયા હતા. ઘટનાને પગલે કર્મચારીઓ પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કર્મચારીઓને રક્ષણ આપવની માંગ કરીને આવતી કાલે તમામ ઓફિસો બંધ રાખવાની વાત કરી હતી.