વડોદરાનાં ડેપ્યુટી મેયર વિવાદમાં સપડાયા હોવાની વિગતો સામે આવી રહી છે. જી હા, ફરી એક ઓડિયો ટેપ વાઇરલ થઇ છે અને વાઇરલ ઓડિયો ટેપના કારણે ફરી સામાજીક અને રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.
વડોદરાનાં ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને એક મહિલા વચ્ચે થયેલી વાતની ક્લિપ વાયરલ થતા વિવાદીત વિગતો સામે આવી રહી છે અને વડોદરાનાં પહેલી હરોળનાં ભાજપનાં નેતા સામે આક્ષેપોની સાથે આંગળી ઉઠી રહી છે.
વિદિત ઓડિયો ક્લિપમાંથી સામે આવતી વિગતો પ્રમાણે વડોદરાની કોઇ મહિલાની જમીન પર કોઇ અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો. અને સામાજીક કાર્યકર અને પ્રજા વચ્ચે રહેતા જીવરાજ ચૌહાણે જમીન મુકત કરાવવાની જવાબદારી લીધી હતી.
વડોદરાનાં ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને મહિલા વચ્ચેની વાતચીતની વાયરલ ક્લિપ પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે, જમીનનાં કબજા વિવાદ વચ્ચે જીવરાજ ચૌહાણે આ જમીન પોતાનાં પુત્રનાં નામે લખાવી લીઘી હોય. સામે પક્ષે આ મામલે મહિલા દ્વારા ગંભીર પ્રકારનાં આરોપ લગાવવામાં આવી રહ્યા છે. જો કે, મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….