દેશભરમાં લોકો માટે મુસાફરી માટેનું મહત્વનું પરિવહન રેલ્વેને મનાય છે, પરંતું દેશમાં ઘણીવાર મોટી રેલ દુર્ઘટના બનતી હોય છે, એવામાં આજે વડોદરામાં એક મોટી રેલ દુર્ઘટના થતાં બચી છે. આજે વડોદરામાં અમદાવાદથી મુંબઇ જતી કર્ણાવટી ટ્રેનના ડબ્બા એન્જિનથી છુટા પડ્યા હતા અને માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ ગયા હતા. પરંતુ પછીથી મુસાફરોએ હોબાળો મચાવતા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે સદનસીબે ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતાં ટળી છે. પરંતુ ટ્રેનની ગતિ વધારે હોત તો દુર્ધટના સર્જાઇ શકે એમ હતું.
આપને જણાવી દઈએ કે અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જતા કર્ણાવતી એક્સપ્રેસ(02934)ના પેસેન્જર ડબ્બા છૂટ્ટા પડી ગયા હતા. ટ્રેન માત્ર માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ નકળી ગઇ હતી. ઘટનાની જાણ ટ્રેનમાં સવાર મુસાફરોને થતા હોબાળો મચાવ્યો હતો. જેથી અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.