ગોરખધંધો/ વડોદરા: ટાઈલ્સની આડમાં દારુ સપ્લાય કરવાનો ગોરખધંધો, શહેરમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગોલ્ડન ચોકડી નજીક ટ્રકની તપાસ કરતા ફાંડો ફુટયો, ટ્રક ચાલકે જુદી જુદી પેટીઓ બતાવી ટાઈલ્સ હોવાનું જણાવ્યું, ક્રાઇમ બ્રાન્ચને ટ્રક ચાલક પર શંકા જતા પેટીઓની કરી તપાસ, ટાઈલ્સની પેટીઓમાંથી 1336નંગ વિદેશી દારૂની બોટલ મળી, ક્રાઇમબ્રાન્ચે 2 લાખ 65 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો, વિદેશી દારૂની બોટલો સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ગુડગાંવ હરિયાણાથી મોકલવામાં આવ્યો હતો દારૂનો જથ્થો, ટ્રક ચાલક જુબેર હુરમતખાન (મેવાત,હરિયાણા) ની કરાઈ ધરપકડ, વિદેશી દારૂ મોકલનાર ગુડગાવના અશફાકને વોન્ટેડ જાહેર કર્યો, વડોદરામાં દારુ કોણે મંગાવ્યો હતો તેની ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ August 29, 2023jani Breaking News