છેલ્લા ત્રણ દિવસથી વડોદરાનાં ડભોઇ પંથકમાં મેઘરાજાએ મનમુકીને મહેર કરી છે, ત્યારે પ્રિમોનસુન કામગીરી તેમજ નગરપાલિકા પર સવાલો ઉઠવા પામ્યા છે. ડભોઈની ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં તેના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા છે જેની રજૂઆત નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રહીશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનાં પાણીનો નિકાલ કે ત્યાં ભરાઈ રહેલા પાણીને દવાનો છંટકાવ કે કોઈપણ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
હાલ જ્યારે કોરોના વાયરસની મહામારી છે, ત્યારે લોકોમાં ગંદકીને લઇને ભયનો માહોલ છે. ડભોઇમાં રોજનાં સાત આઠ કેસ આવતા હોય આ પ્રકારની નગરપાલિકાની ઢીલી નીતિનાં વલણને લઇને ચોમાસામાં જે પ્રકારે નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈને જે ગંદકી થાય છે તેને લઈ બિમારીનો ભય હંમેશા ડરાવતો રહે છે. હાલ સરકાર દ્વારા 1 કરોડ 50 લાખ રૂપિયા ડભોઇ નગરપાલિકાને આપવામાં આવ્યા છે, પરંતુ આવી નીચાણવાળી સોસાયટીઓમાં રોડ રસ્તા નાં ઠેકાણા નથી. વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા નથી. પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ તેમજ લીલ અને ઘાસચારો પણ ઊંગી જવા પામ્યો છે. હવે ડભોઇ નગર પાલિકાનું તંત્ર આ પાણીનો નિકાલ ક્યારે કરશે તે રહીશો દ્વારા માંગ ઉઠવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.