ગુજરાત રાજયમાં એકબાજુ સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો બીજી બાજુ કોરોનનો કહેર વરસી રહ્યો છે. મઢી ગુજરાતનાં વડોદરાની વાત કરીયે તો અંહી વરસાદી વાતાવરણ વચ્ચે સતત કોરોના બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે. આજે વડોદરામાં નવા 107 કોરોના પોઝિટિવ કેસ નોધાયાં છે. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા વધીને 6218 પર પહોંચી છે.
જીલ્લામાં આજે કોરોનાને લીધે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી વડોદરામાં કોરોનાથી 118 લોકોના મોત થયા છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વધતું કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
જીલ્લામાં આજે 74 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. અત્યાર સુધી વડોદરામાં 4944 લોકો રિકવર થયા છે.
ખંડેરાવ માર્કેટ, કારેલીબાગ, દંતેશ્વર, યાકુતપુરા, વાઘોડિયા રોડ, પાણીગેટ, વાડી, તાંદલજા, વારસીયા રિંગ રોડ, ઓલ્ડ પાદરા રોડ, વાસણા રોડ, ચોખંડી, મકરપુરા, માજલપુર, ગોરવા, ગોત્રી, સુભાનપુરા, છાણી, સમા, શિયાબાગ, આજવા રોડ, નવાયાર્ડ, ફતેપુરા, વડસર જેવા શહેરી વિસ્તારની સાથે સાવલી, રણોલી, શેરખી, સયાજીપુરા, પાદરા, સાંગમા, વાઘોડિયા, કંડારી, કરજણ, ડભોઇ જેવા ગરમી વિસ્તારોમાં પણ કોરોના પોતાની પાંખો ફેલાવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.