બાઈક પર સ્ટંટ કરવાનો કેવો અંજામ આવે છે તે વડોદરામાં બનેલા એક અકસ્માત પરથી ખ્યાલ આવે છે. રોડ પર સ્ટંટ કરતા જઈ રહેલો આ યુવક કાર સાથે ધડાકાભેર ટકરાતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે.
વડોદરામાં પોર વિસ્તારમાં અકસ્માતની આ ઘટના સામે આવી હતી. પોરમાં આ યુવક બાઈક લઈને પોરના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. રોડ પર સ્ટંટ કરતા કરતા જઈ રહેલો આ યુવક સામેથી આવી રહેલી કાર સાથે ટકરાયો હતો. જેમાં તે કાર સાથે અથડાઈને ફંગોળાઈને નીચે પટકાયો હતો.
જેમાં યુવકને ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
@નિકુંજ પટેલ
આ પણ વાંચો:
આ પણ વાંચો: