vibrant summit/ વાઇબ્રન્ટ ગુજરાત 2024- ગેટ વે ટુ ધ ફ્યુચરઃ પીએમ મોદી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત 2024 ફક્ત દર વખતની જેમ આ વર્ષે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ જ નથી પરંતુ ગેટ વે ટુ ધ ફ્યુચર છે. આ શબ્દો છે વાઇબ્રન્ટ ગુજરાત 2024નું ઉદઘાટન કરનારા પીએમ મોદીના. તેમણે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટના દસમા સંસ્કરણનું ઉદઘાટન કર્યુ હતુ. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વર્ષ 2024 માટે શુભેચ્છા પાઠવીને શરૂઆત કરી હતી. તેમણે વર્ષ […]

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 10T163153.071 વાઇબ્રન્ટ ગુજરાત 2024- ગેટ વે ટુ ધ ફ્યુચરઃ પીએમ મોદી

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત 2024 ફક્ત દર વખતની જેમ આ વર્ષે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ જ નથી પરંતુ ગેટ વે ટુ ધ ફ્યુચર છે. આ શબ્દો છે વાઇબ્રન્ટ ગુજરાત 2024નું ઉદઘાટન કરનારા પીએમ મોદીના. તેમણે મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટના દસમા સંસ્કરણનું ઉદઘાટન કર્યુ હતુ.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વર્ષ 2024 માટે શુભેચ્છા પાઠવીને શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2047 સુધીમાં ભારતને ‘વિકસિત’ બનાવવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેનાં પરિણામે આગામી 25 વર્ષ દેશનાં અમૃત કાલ થઈ જશે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે નવા સ્વપ્નો, નવા સંકલ્પો અને સતત સિદ્ધિઓ મેળવવાનો સમય આવી ગયો છે.” તેમણે ‘અમૃત કાલ’ની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સંયુક્ત આરબ અમીરાતનાં રાષ્ટ્રપતિ અને અબુ ધાબીનાં શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની મુખ્ય અતિથિ તરીકે ભાગીદારી વિશેષ છે, કારણ કે આ ભારત અને યુએઈ વચ્ચેનાં ગાઢ સંબંધોને સૂચવે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત પ્રત્યેના તેમના વિચારો અને સમર્થન હૂંફ અને હાર્દિકતાથી ભરેલા છે કારણ કે તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને આર્થિક વિકાસ અને રોકાણ સંબંધિત ચર્ચાઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બનવાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે અક્ષય ઊર્જાનાં ક્ષેત્રમાં સાથ-સહકાર વધારવા, નવીન હેલ્થકેર અને ભારતનાં બંદર માળખાગત સુવિધામાં કેટલાંક અબજ ડોલરનાં રોકાણમાં ભારત-યુએઇની ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગિફ્ટ સિટીમાં યુએઈના સોવરેન વેલ્થ ફંડ દ્વારા કામગીરીની શરૂઆત અને ટ્રાન્સવર્લ્ડ કંપનીઓ દ્વારા વિમાન અને જહાજ ભાડાપટ્ટાની પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને ભારત અને યુએઈના સંબંધો વચ્ચે મજબૂત ભાગીદારીનો શ્રેય આપ્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 20મી વર્ષગાંઠનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સમિટ નવા વિચારો પ્રદર્શિત કરે છે તથા રોકાણ અને વળતર માટે નવા પ્રવેશદ્વારોનું સર્જન કરે છે. આ વર્ષની ‘ભવિષ્ય માટે પ્રવેશદ્વાર’ની થીમ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સહિયારા પ્રયાસોથી 21મી સદીનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ભારતના જી20ના અધ્યક્ષસ્થાનેથી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્ય માટેનો રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝન દ્વારા તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે. તેમણે ‘એક વિશ્વ, એક પરિવાર, એક ભવિષ્ય’ના સિદ્ધાંતો સાથે I2U2 અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ સાથે ભાગીદારીને મજબૂત કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે હવે વૈશ્વિક કલ્યાણ માટે પૂર્વશરત બની ગઈ છે.

પીએમ મોદીએ દરેકને ગુજરાતમાં ટ્રેડ શોની મુલાકાત લેવા, ખાસ કરીને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ગઈકાલે મહામહિમ ન્યુસી અને મહામહિમ રામોસ હોર્ટા સાથે આ ટ્રેડ શોમાં સમય વિતાવવા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ટ્રેડ શોમાં ઇ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક કક્ષાની અત્યાધુનિક ટેકનોલોજી સાથે નિર્મિત ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ તમામ ક્ષેત્રોમાં રોકાણ માટે સતત નવી તકો ઊભી કરવામાં આવી રહી છે.

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં દરેક ખૂણામાં રોકાણકારો માટે નવી સંભાવનાઓ રહેલી છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આ માટે પ્રવેશદ્વાર સમાન છે, ભવિષ્યનું પ્રવેશદ્વાર છે. “તમે માત્ર ભારતમાં જ રોકાણ નથી કરી રહ્યા, પરંતુ યુવા સર્જકો અને ઉપભોક્તાઓની નવી પેઢીને પણ આકાર આપી રહ્યા છો. ભારતની મહત્વાકાંક્ષી યુવા પેઢી સાથેની તમારી ભાગીદારી પરિણામ લાવી શકે છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.”

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક, H.R.H શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ, શ્રીમાન ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેના પ્રમુખ, શ્રી જોસ રામોસ-હોર્ટા, ચેક રિપબ્લિકના વડા પ્રધાન શ્રી પેટ્ર ફિઆલા, નાયબ આ પ્રસંગે વિયેતનામના વડાપ્રધાન શ્રી ટ્રાન લુ ક્વોંગ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ