Not Set/ વ્હીલચેરના સહારે કંગના રનોટ, કંગનાને લાગી ગંભીર ઈજાઓ

મુંબઈ: તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ મણિકર્ણિકાની શૂટિંગમાં વ્યસ્ત કંગના રનોટ એકવાર ફરીથી સેટ પર ઘાયલ થયાના અહેવાલ મળ્યાં છે. આ ઈજા એટલી ઉંડી છે, કે કંગના વ્હીલ ચેર વગર ચાલી પણ નથી શકતી. હાલમાં જ કંગનાની એરપોર્ટથી વ્હીલ ચેર પર નીકળતો ફોટો વાયરલ થયો છે. આ પહેલાં પણ એકટ્રેસને હૈદરાબાદમાં ફિલ્મની શૂટિંગ દરમિયાન ઘણી ઈજાઓ […]

Entertainment
6 555 112217052430 વ્હીલચેરના સહારે કંગના રનોટ, કંગનાને લાગી ગંભીર ઈજાઓ

મુંબઈ:

તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ મણિકર્ણિકાની શૂટિંગમાં વ્યસ્ત કંગના રનોટ એકવાર ફરીથી સેટ પર ઘાયલ થયાના અહેવાલ મળ્યાં છે. આ ઈજા એટલી ઉંડી છે, કે કંગના વ્હીલ ચેર વગર ચાલી પણ નથી શકતી. હાલમાં જ કંગનાની એરપોર્ટથી વ્હીલ ચેર પર નીકળતો ફોટો વાયરલ થયો છે.

આ પહેલાં પણ એકટ્રેસને હૈદરાબાદમાં ફિલ્મની શૂટિંગ દરમિયાન ઘણી ઈજાઓ થવા પામી હતી. તલવારબાજીનો સીન ફિલ્માવાવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન તલવાર કંગનાના માથા પર ઈજા થઈ હતી અને ઘાયલ થઈ ગઈ હતી. ઘાયલ થયા બાદ કંગનાને ICUમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે કંગનાના માથા પર 15 ટાંકા આવ્યાંં હતાં.
તમને જણાવી દઈએ કે કંગના કામને લઈને વધારે સમર્પિત છે. તે દરેક સ્ટંટ જાતે કરવામાં માને છે. આ ફિલ્મના એકશન સીન માટે તેમણે બોડી ડબલ કરવાની ના કહી દિધી હતી, આ જ કારણથી તેમને બે વાર ઈજા લાગી ચુકી છે.