બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત કપૂર તેમની બોન્ડિંગને લઈને ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. શાહિદ-મીરા લોકડાઉનમાં બાળકો સાથે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. આ દરમિયાન, લગ્નના પાંચ વર્ષમાં પહેલીવાર શાહિદ કપૂરે પત્ની મીરા પ્રત્યે વિશેષ રીતે પ્રેમ વ્યક્ત કર્યો છે. શાહિદ કપૂરે પહેલીવાર પત્ની મીરા રાજપૂત માટે ભોજન બનાવ્યું છે.
શાહિદની આ સ્ટાઇલથી મીરા ખૂબ ખુશ છે અને તેણે સોશિયલ મીડિયા પર એક તસ્વીર દ્વારા આ વિશે માહિતી આપી છે. મીરાએ શાહિદના પાસ્તાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. મીરાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, 5 વર્ષમાં પહેલી વાર મારા પતિએ મારા માટે રસોઇ બનાવી છે અને આ અત્યાર સુધીમાં બેસ્ટ પાસ્તા છે જે મેં ખાધા છે.
શાહિદ અને મીરા બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેમના ફેમિલી સાથે જોડાયેલા અપડેટ્સ તેમના ફેન્સ સાથે શેર કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહિદ છેલ્લે ફિલ્મ ‘કબીર સિંહ’ માં દેખાયો હતો. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે અભિનેત્રી કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.
આ સાથે, જ્યારે શાહિદ કપૂરના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો શાહિદ તેની આગામી પ્રથમ સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદ ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. જણાવી દઈએ કે શાહિદ કપૂર પંજાબમાં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. તેના ચહેરા પર 13 ટાંકા આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે શાહીદ લોકડાઉન પછી શૂટિંગ શરૂ થતાની સાથે જ ઝડપથી સેટ પર પરત આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….