અમદાવાદનાં જમાલપુરમાં યુવકે પોતાના ઘરે જ ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગતો વિદિત થઇ રહી છે. અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં આવેલા પાંચ પીપળી પાસે યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ગઈ કાલે મોડી સાંજે આ ઘટના બનતા ગાયકવાડ હવેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ શરુ કરી હતી.
પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું કે મરનાર યુવકનું નામ ફેઝાન છિપા છે. અને તેણે ક્યાં કારણસર આપઘાત કર્યો છે તે હાલ સત્તાવાર જાણવા મળ્યું નથી. પરંતુ, યુવકના આપઘાતના સમાચાર વાયુવેગે અમદાવાદ અને કાસ કરીને જમાલપુર વિસ્તારમાં ફેલાતા સમગ્ર વિસ્તારમાં તેની ભારે ચર્ચા ચાલી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત સહિત દેશભરમાં ભરમાં લોકડાઉન અમલી છે, તેમજ કોરોના વાઇરસના કારણે દેશભરમા જે પરિસ્થિતિ સર્જાઈ છે, તે સૌ કોઈ જાણે જ છે. આવા માહોલમાં અમદાવાદમાં આપઘાતના કિસ્સા એકાએક વધી જતા પ્રશાસન માટે એકનવી ચિંતા ઉદ્યભવી છે. આપને જણાવી દઇએ કે હાલ આ કેસમાં આત્મહત્યાનું કારણે સામે આવ્યું નથી. પરંતુ આજે સુરતમાં પણ એક વેપારી દ્વારા કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિથી ઉત્પન થયેલ મંદી અને આર્થિક સકળામણને કારણે આત્મહત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે ત્યારે લોકોમાં સવાલ ચર્ચાઇ રહ્યો છે કે શું લોકડાઉન લોકોના ભોગ લઇ રહ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….