સૌરાષ્ટ્રનાં નેતાઓ પર માઠી બેઠી હોવા જેવુ હાલ પ્રતિત થઇ રહ્યું છે. એક સાથે અધધધ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાનાં સમાચારો હજુ તો ચાલી જ રહ્યા છે અને સંખ્યમાં એક બાદ એકનો વધારો થઇ રહ્યો હોવાનું જોવામાં આવી રહ્યું છે, ત્યા અમરેલીથી પણ માઠા સમાચાર આવી ગયા છે.
જી હા, અમરેલી તાલુકા ભાજપના પ્રમુખની કારને અકસ્માત નડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ નીતિન રાઠોડની કારને બાબરા નજીક અકસ્માત નડ્યો છે. અમરેલી – બાબરા રોડ પર ટ્રેકે પાછળથી નીતિન રાઠોડની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે.
નીતિન રાઠોડની કારને અકસ્માત ત્યારે નડ્યો હતો જ્યારે તે ખેતરે જઇ રહ્યા હતા. અકસ્માતે કાર પુલની નીચે ખાબકી હતી. જો કે, સુખદ વાતએ છે કે નીતિન રાઠોડ સહિતના ત્રણ લોકોનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.