ફિલ્મ ‘પદ્માવતી’ ના સેટ પર ફિલ્મ નિર્દેશક સંજયય લીલા ભણસાલી સાથે થયેલી મારપીટ બાદ સમગ્ર બોલીવુડ એક થઇ ગયો છે.
ફિલ્મ નિર્દેશકોથી લઇને ફિલ્મ કલાકારો સુધી સંજય લીલા ભંસાલીના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. પ્રિયંકા ચોપડાએ કહ્યું છે કે, જે થયું તે દુખદ અને ભયાનક છે. આપણા વડિલોએ હિંસા કરવાનું તો નથી શિખવ્યું.
રિતેશ દેશમુખે લખ્યું હતું કે, સંજય લીલા ભંસાલીના સેટ પર જે થયું તે દર્દનાક અને ખેદજનક છે. હું સંજય લીલા ભંસાલી સાથે છું. હવે રાજસ્થાન પોલીસની વારી છે. જે સાચુ હોય તે કરે.
પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાળી પર તેમની આગામી ફિલ્મ પદ્માવતીની જયપુર કિલ્લામાં શુટિંગ દરમિયાન મારામારીના સમાચાર સામે આવ્યા છે. સમાચારો અનુસાર આ ફિલ્મનો વિરોધ કરી રહેલા કેટલાક રાજપુત સમુહોની ભીડે જયપુરનાં જયગઢ કિલ્લામાં લાગેલા ફિલ્મનાં સેટ બહાર પ્રદર્શન કરતા ભંસાળીને લાફો માર્યો અને તેમની સાથે અભદ્રતા કરી હતી.
રાજપુત સમુદાય કરણી સેનાએ આરોપ લગાવ્યો કે ભંસાળી પોતાની ફિલ્મ પદ્માવતીમાં રાજપુત રાની પદ્માવતીનાં ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવામાં આવી રહ્યો છે. કરણી સેનાનો આરોપ છે કે ભંસાળીની ફિલ્મમાં રાની પદ્માવતીનું પાત્ર ભજવી રહેલ દીપિકા પાદુકોણ અને ઉલાદ્દીન ખિલ્જીનું પાત્ર નિભાવી રહેલ રણવીર સિંહ વચ્ચે ખુબ જ વિવાદાસ્પદ લવ સીન્સ ફિલ્માવાઇ રહ્યા છે.
કરણી સેનાનું કહેવું છે કે રાની પદ્માવતીને તેની વીરતા માટે ઓળખાય છે જેમણે પોતાની ઇજ્જત માટે જોહર કરી લીધું હતું જ્યારે અલાઉદ્દીન ખિલ્જીએ ચિતોડ કિલ્લા પર હૂમલો કર્યો હતો આ સાથે જ કરણી સેનાની માંગ છે કે ભંસાળી ફિલ્મમાં રાજપુત રાણીના તમામ સીન્સ હટાવે.
આ વિવાદમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છેકે જયગઢ કિલ્લામાં શૂટિંગનો વિરોધ કરવા અંગે ભંસાળીના સુરક્ષા ગાર્ડોએ પ્રદર્શનકર્તાઓ પર ગોળીબાર કર્યો હતો. જો કે જયપુર પોલીસે શૂટિંગ પર વિવાદ થવાની વાત તો માની પરંતુ ગોળી ચલાવવાની પૃષ્ટી નથી કરી.