મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘સડક 2’ ના પાત્રોના ફર્સ્ટ લુક પોસ્ટર બહાર આવ્યા છે. તેનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 28 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
આલિયા ભટ્ટે આ ફિલ્મમાં તેના પાત્રને જાહેર કરતાં લખ્યું હતું કે “અસલી હિમ્મત વો હોતી હૈ, જો ડર કે બાવજૂદ ભી જુટાની પડતી હૈ.”
સંજય દત્તના ફર્સ્ટ લુક પોસ્ટર પર લખ્યું છે, “તેરી બંદૂક કી નલી મેં મુજે જન્નત નજર આતી હૈ.”
બીજી બાજુ આદિત્ય રોય કપૂરનો ફર્સ્ટ લુક શેર કરતી વખતે લખ્યું છે, “ઇશ્ક કમાલ .. જિસ તન લગ્યા ઇશ્ક કમાલ.”
આ ફિલ્મ 1991 ની હિટ ફિલ્મ ‘સડક’નો બીજો ભાગ છે, જેમાં સંજય દત્ત, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર ઉપરાંત પૂજા ભટ્ટ, જીસ્સુ સેનગુપ્તા, મકરંદ દેશપાંડે, ગુલશન ગ્રોવર, પ્રિયંકા બોઝ, મોહન કપૂર અને અક્ષય આનંદ પણ જોવા મળશે.
ફિલ્મનું પ્રીમિયર ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી પર થશે. આલિયાએ જૂનમાં કહ્યું હતું કે, “આ ફિલ્મમાં જુદી જુદી લવ સ્ટોરીઝ છે અને તેમાં થોડી રોમાંચ પણ છે. વિલનને ખૂબ જ અલગ રીતે દર્શાવવામાં આવ્યો છે, જે એકદમ અલગ છે, અને કલ્પનાશીલ નથી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.