સુરતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં મેઘ મહેર યથાવત રહેતા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરમાં 3.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
જો સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અહી સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સુરતનાં ઉમરપાડામાં 4 ઇંચ, ચોર્યાસી,બારડોલીમાં 3.5 ઇંચ, કામરેજમાં 3 ઇંચ, પલસાણા-માંડવીમાં 2.5 ઇંચ જ્યારે માંગરોળમાં 1 ઇંચ વરસાદ ખાબકયો છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં સાર્વત્રિક વરસાદનાં કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જવા લાગ્યા છે. ખેડૂતો પણ આ પાણી નિકાલની સમસ્યાને લીધે પરેશાન છે. તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા ન હોવાનુ ખેડૂતોનું કહેવુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.