
ગુજરાતમાં કોરોના વાઇરસે કાળો કહેર માંચાબ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. તેમાયે માત્ર અમદાવાદની વાત કરીએ તો રાજ્યમાં નોધાયેલા કુલ કેસમાંથી ૭૫ ટકા જેટલા કેસ તો મત્ર અમદવાદ ખાતે જ નોધાયા છે. ત્યારે ફરી એકવાર દેશ ભરમાં 31 માર્ચ સુધી લોક ડાઉન વધારી દેવામાં આવ્યું છે.
ગુજરાતમાં અવારનવાર લોક ડાઉનમાં પાસ ઇશ્યૂ કરવાને લઇને વિવાદ ઉભા થતા રહે છે. હવે અમદાવાદમાં વાડજ વિસ્તારના કોરોપોરેટર વિવાદમાં ફસાયા છે. કોર્પોરેટર દ્વારા વૉલેન્ટિયર્સ પાસ ઇશ્યુ કરાતાં વિવાદ સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના કોર્પોરેટર દ્વારા વોલેન્ટિયર્સ પાસ ઈશ્યૂ કરાતાં વિવાદ ઉભો થયો છે. નવા વાડજના વોર્ડ નંબર-3ના કોર્પોરેટર જીગ્નેશ પટેલ દ્વારા પોતાનો સિક્કો મારીને પાસ અપાતા વિવીઅદ ઉભો થયો છે. જીગ્નેશ પટેલ હેરિટેજ અને કલ્ચર અને રિક્રિએશન કમિટિના ચેરમેન પણ છે.
જયારે આ સત્તા માત્ર કલેક્ટર ઓફિસ પાસે છે. ત્યાંથી જ લોક ડાઉન ના પાસ ઈશ્યૂ કરાય છે. ત્યારે કોર્પોરેટટ જીગ્નેશ પટેલ કમિટિનો સિક્કો મારીને પાસ આપતા વિવાદ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવીમોબાઇલ એપ્લિકેશન