સુરતઃ દેશદ્રોહના કેસમાં 9 મહિના સુરત લાજપોર જેલમાં રહ્યા બાદ 6 મહિના ગુજરાત બહાર રહેવાની શરતે ગુજરાત હાઇકોર્ટે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે શરતી જામીન આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ હાર્દિક 17 જાન્યુઆરીએ ગુજરાત પરત ફર્યો હતો.
ગુજરાત પરત ફર્યા બાદ હાર્દિક પટેલ આજે સુરતની લાજપોજેલમાં હાજરી પુરાવવા માટે આવ્યો હતો. હાર્દિક પટેલને દર ગુરુવારે સુરત પોલિસ સ્ટેશનમાં હાજરી પુરાવી પડશે.
હાજરી પુરાવવા આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ન્યાયતંત્ર પર પુરો વિશ્વાસ છે. અને ન્યાયતંત્રના આધારે તમામ પ્રક્રિયા પૂરી કરવાની વાત કરી હતી. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, હું કોઇ પણ પ્રકારની હિંસામાં નથી માનતો અને આવતી કાલે ખોડલધામ જવાની વાત કરી હતી. હાલ હાર્દિક સુરતથી રાજકોટ જવા માટે રવાના થયો છે.
વિઠ્ઠલ રાદડીયાના નિવેદન પર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “મારા ગુજરાત આવ્યા બાદ લોકોના નિવેદનો શરૂ થયા છે. સમાજને તોડવાની નહીં જોડવાના પ્રયત્ન કરવો જોઇએ.”