નવી દિલ્હીઃ સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી આધારકાર્ડ વગર તમને સસ્ત અનાજ નહી મળે. હવે સસ્તા અનાજનો લાભ લેવો હશે તો આધાર કાર્ડ કઢાવું પડશે. રેશનની દુકાનો પર થનાર વિતરણ પારદર્શિતા લાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
30 જુન સુધીમાં આધાર કાર્ડ બનાવી લેવો જરૂરી છે. ખાદ્ય મંત્રાલયે નોટીફિકેશન બહાર પાડ્યું છે જેમા કહેવામાં આવ્યું છ કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અનુસાર જે રાશનકાર્ડ ધારકો પાસે આધારકાર્ડ નથી. તેને 30 જૂન સુધીમાં બનાવી લેવા પડશે.