સમગ્ર દેશભરમાં કોરોના વાયરસ તબાહી ફેલાવી રહ્યો છે. બોલિવૂડથી માંડીને ટીવી ઇન્ડસ્ટ્રી સુધીના ઘણા લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સાઉથ સિનેમાની અભિનેત્રી ઐશ્વર્યા અર્જુનને પણ કોરોના થયો છે. અભિનેત્રીએ ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
ઐશ્વર્યા અર્જુને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ લખી છે. તેણે પોસ્ટમાં લખ્યું- તાજેતરમાં મને કોવિડ -19 ચેપ લાગ્યો છે. એક વ્યાવસાયિક તબીબી ટીમ દ્વારા માર્ગદર્શિત બધી જરૂરી સાવચેતીઓ સાથે હું ઘરે જ ક્વોરેન્ટાઇન છું. છેલા કેટલા દિવસમાં જે પણ મારા સંપર્કમાં અવાય છે, કૃપા કરીને તમારી સંભાળ રાખો. દરેક વ્યક્તિ સલામત હોવું જોઈએ અને કૃપા કરીને માસ્ક પહેરો. હું જલ્દીથી મારા સારા સ્વાસ્થ્ય વિશે માહિતી આપીશ.
અગાઉ કન્નડ અભિનેતા ધ્રુવ સર્જા અને તેની પત્ની પ્રેરણા શંકર પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. બંને હાલમાં બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.