ટીવી શો સાથ નિભાના સાથિયામાં મુખ્ય પાત્ર ભજવનાર મોહમ્મદ નાઝિમ આજકાલ તેમના હોમ ટાઉન પંજાબમાં છે અને તે પરિવાર સાથે રહે છે. તાજેતરમાં, નાઝિમ સાથે ક્રેડિટ કાર્ડની છેતરપિંડી થઈ, જેનો અનુભવ તેણે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં શેર કર્યો છે.
તેણે કહ્યું, “મને પ્રથમ ટ્રાંઝેક્શનનો મેસેજ આવ્યો જેના પર મેં વધારે ધ્યાન ન આપ્યું, 1 દિવસ પછી મને 2 ટ્રાન્ઝેક્શનના મેસેજ પાછા આવ્યા જે ઓનલાઇન શોપિંગના હતા, જ્યારે મેં કોઈ શોપિંગ કરી જ ન હતી. મને ડાઉટ પડ્યો કે કંઈક ખોટું છે અને પછી હું બેંકમાં ગયો અને મેં મારું ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યું, બેન્કવાળાઓએ કહ્યું છે કે મારા પૈસા પાછા આવી જશે. ”
નાઝિમે કહ્યું કે તે 2 મહિનાથી ઘરે છે અને તે ક્યારેય ઓનલાઈન શોપિંગ કરતો નથી કારણ કે તેને ઓનલાઇન શોપિંગ જરાય પસંદ નથી. તેણે કહ્યું, “જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે, તેમાં હવે ચોરો પર પણ દયા આવે છે, તેમની મજબૂરી શું હશે તે ખબર નથી પણ ચોરી ખોટી છે તે પણ સાચું છે.”
આપને જણાવી દઈએ કે નાઝિમના ક્રેડિટ કાર્ડથી 25 હજાર સુધીની ખરીદી થઈ હતી, પરંતુ છેતરપિંડી વધુ થાય તે પહેલા નાઝિમ યોગ્ય સમયે તેનું કાર્ડ બ્લોક કરાવ્યું. જો કે, હજી સુધી તે જાણી શકાયું નથી કે ક્રેડિટ કાર્ડની વિગતો ચોર સુધી કેવી રીતે પહોંચી, કારણ કે નાઝિમે કાર્ડની વિગતો કોઈની સાથે શેર કરી ન હતી.
ચાહકોને આપી આ સલાહ
હાલ તો નાઝિમને બેન્કવાળાઓએ કહ્યું છે કે તેઓને તેમના પૈસા પાછા મળશે, પરંતુ હજી સુધી તેને તેના પૈસા પાછા મળ્યા નથી. નાઝિમે દરેકને એમ પણ કહ્યું છે કે તેઓએ પણ આવી છેતરપિંડીથી બચવું જોઈએ અને તેમની વિગતો કોઈ પણ એપ પર શેર ન કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….