સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રીએ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.હિંમતનગર,પ્રાંતિજ,વડાલી,ઇડર ખેડબ્રહ્મા,પોશીના અને વિજયનગર પંથક માં વરસાદ વરસ્યો છે.રાત્રી દરમિયાન વરસાદ વરસવાને લઇ નીચાંણ વારા વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે હિંમતનગર મોતીપુરા સર્કલ પાસે નેશનલ હાઇવે નંબર ૮ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.નેશનલ હાઇવે નું ફોરલેન માંથી સિક્સ લેનમાં રૂપાંતરણ નું કામ ચાલી રહ્યું છે જેને લઇ હાઇવે ની બાજુ મા આવેલ ગટર લાઈન બ્લોક હોવાને લઇ હાઇવે પર પાણી ભરાયું છે જેને લઇ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો ને મુશ્કેલી વર્તાઈ રહી છે.
જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ
જિલ્લામાં રાત્રી દરમિયાન સર્વત્ર વરસાદ નોંધાયો છે. હિંમતનગરમાં પોણા બે ઇંચ અને પ્રાંતિજમાં પોણા ત્રણ ઇંચ, ઇડરમાં એક ઇંચ અને વિજયનગર માં સવા ઇંચ વરસાદ.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….