સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી હાથમતી નદીમાં પાણી આવ્યું છે…ત્યારે શહેરના માર્ગો પર પાણી-પાણી ફરી વળ્યા છે….જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે..તો બીજી તરફ વરસાદને લઈને જીલ્લાની મોટા ભાગની સ્કૂલો બંધ રાખવામાં આવી છે.
હિમતનગરમાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષી રહેલા વરસાદના લીધે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.રોડ રસ્તાઓ તૂટી ગયા છે..જયારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારે વરસાદને પગલે શહેર જળબંબોળ બની ગયું છે.તેમજ જીલ્લાના ૧૨ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.વધુ વરસાદના લીધે પોશીના નદી પણ બે કાંઠે વહી રહી છે.નદી કિનારાના ૧6 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.. જેમાં કાલી ગામ, કંકર ગામ, જીજ્ણ ગામ, કાઠીયા ગામ, તાલેરા ગામ, પોશીના ગામ, ખંડેરા ગામ,દંત્રાલ ગામ ,કરછાવાડા ગામ ,પીપળીયા ગામ ,ચંદ્રાણા ગામ ,આજાવાસગામ દંત્રાલ ગામ ,કરછાવાડા ગામ ,પીપળીયાગામ ,ચંદ્રાણા ગામ અને ,આજાવાસ ગામને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.તેમજ નદીમા નહી જવાની સુચના પણ આપી દેવામાં આવ્યુ છે.તો બીજી તરફ સાબરકાંઠા જીલ્લાના ડેમોમાં પાણીની આવક ની વાત કરીએ તો ગુહાઈમાં 1340 ક્યુસેક પાણીની આવક હાથમતીમાં 2600 ક્યુસેક પાણીની આવક અને જવાનપુરા ડેમમાં 100 ક્યુસેક પાણીની આવક તેમજ હરણાવ 2000 ક્યુસેક પાણીની આવક ઇન્દ્રાસી ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક અને ખેડવામાં 850 ક્યુસેક પાણીની આવક થઈ છે. મહત્વપૂર્ણ છે કે સાબરકાંઠામાં સાંબેલાધાર વરસાદ વરસતા હિંમતનગર 72 મીમી વરસાદ નોધાયો છે તો ઇડર 35 મીમી, ખેડબ્રહ્મા 34 મીમી , પોશીના 44 મીમી , પ્રાંતિજ 68 મીમી, તલોદ 70 મીમી , વડાલી 33 મીમી , વિજયનગર 27 મીમી વરસાદ નોધાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર ઇડરમાં 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે…જેમાં હિંમતનગર, ખેડભ્રમાં, વિજયનગર, તેમજ પોસીનોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે… જો કે સૌથી વધુ વરસાદ ઇડર તાલુકામાં નોંધાયો છે…છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા સ્કુલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે…ભારે વરસાદને પગલે ઇડર તાલુકાની બડોલી ગામની નદી પ્રથમ વખત બન્ને કાંઠે વહેતી થઈ છે…