Not Set/ સામાન્ય કરતા 7 ગણુ વધુ બિલ આવતા હરભજન બોલ્યા- આખા મહોલ્લાનું લગાવી દીધુ કે શું?

  દિગ્ગજ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ક્રિકેટની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો અને સામાજિક મુદ્દાઓ અને અન્ય વાતોને બેબાકીથી વ્યક્ત કરે છે. તાજેતરમાં તેમણે વીજળી બિલ અંગે એક ટ્વીટ કર્યું છે. ભજ્જી પોતાના મોટા પ્રમાણમાં વધેલા વીજળી બિલને જોઇને પરેશાન છે અને તેને લઇને તેમણે […]

Uncategorized
23e3d814c4bdf1270abbbe6a98e8afd8 સામાન્ય કરતા 7 ગણુ વધુ બિલ આવતા હરભજન બોલ્યા- આખા મહોલ્લાનું લગાવી દીધુ કે શું?
 

દિગ્ગજ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. ક્રિકેટની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો અને સામાજિક મુદ્દાઓ અને અન્ય વાતોને બેબાકીથી વ્યક્ત કરે છે. તાજેતરમાં તેમણે વીજળી બિલ અંગે એક ટ્વીટ કર્યું છે. ભજ્જી પોતાના મોટા પ્રમાણમાં વધેલા વીજળી બિલને જોઇને પરેશાન છે અને તેને લઇને તેમણે ટ્વિટર દ્વારા ફરિયાદ કરી છે.

જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લોકોનાં ઘરે વીજળીનાં બિલ વધુ આવી રહ્યા છે. હસ્તીઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહી છે. તાપસી પન્નુ, હુમા કુરેશી જેવી બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ વધેલા વીજળી બિલ અંગે ટ્વિટ કર્યું હતું. સામાન્ય લોકોની સાથે હસ્તીઓએ પણ સંબંધિત વીજ કંપનીઓ સામે સોશિયલ મીડિયા પર વાંધા ઉઠાવતી પોસ્ટ કરી હતી. આ યાદીમાં હરભજન સિંહનું નામ પણ જોડાઇ ચુક્યું છે. હરભજન સિંહનાં ઘરનું વીજળી બિલ 33,900.00 રૂપિયા આવી ગયું છે, જેને જોઇને તે ખૂબ જ આશ્ચર્યચકિત છે. આ વધેલા બિલને લઈને તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. ભજ્જીએ ટ્વિટમાં લખ્યું – આટલુ બિલ આખા વિસ્તારનું લગાવી દીધુ કે શું? આ પછી, તેમણે પોતાનું બિલ મેસેજ કર્યું, પછી લખ્યું – સામાન્ય બિલ કરતા 7 ગણુ વધારે??? વાહ