સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનનાં રીલેશનશીપ અંગે ઘણી ચર્ચા થઈ હતી. એવું કહેવામાં આવે છે કે બંને ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે સુશાંતનો ફાર્મહાઉસ કેર ટેકર રાયસે દાવો કર્યો છે કે સુશાંત સારાને પ્રપોઝ કરવા જઇ રહ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે સારા હંમેશા સુશાંતના ફાર્મહાઉસમાં રોકાતી હતી.
રાયસે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, સુશાંત સર સાથે સારા મેડમ 2018 થી ફાર્મહાઉસમાં આવવા લાગ્યા હતા. જ્યારે પણ તે આવે ત્યારે તે ફાર્મહાઉસમાં 3-4 દિવસ રોકાતા હતા. ડિસેમ્બર 2018 ના રોજ થાઇલેન્ડ ટ્રીપથી પાછા ફર્યા પછી, સુશાંત સર અને સારા મેડમ સીધા એરપોર્ટથી ફાર્મહાઉસ આવ્યા હતા. તેઓ રાત્રે લગભગ 10-11 વાગ્યે પહોંચ્યા હતા. તેમની સાથે તેમનો એક મિત્ર પણ હતો.
આ પણ વાંચો : ‘નાની માછલીઓ પકડાઇ ગઈ, હવે મોટી શાર્કનો છે વારો’, રિયાનાં ભાઈ શોવિકની ધરપકડ પર બોલ્યા શેખર સુમન
“સારા મેડમ ઘણા સારી સ્વભાવ હતા. તે ક્યારેય અભિનેત્રીની જેમ વર્તે નહીં. તે ખૂબ જ સરળ હતા. તે ફાર્મહાઉસમાં કામ કરનારને માસી કહીને બોલાવતા હતા. અને તે મને રાયસ ભાઈ કહેતા હતા. તે ફાર્મહાઉસ પરના સ્ટાફ પ્રત્યે ખૂબ માન આપતા. રાયસે દાવો કર્યો છે કે સુશાંત સારાને પ્રપોઝ કરવાની યોજના કરી રહ્યા હતા. જોકે, એ ખબર નથી કે તે લગ્નનો પ્રસ્તાવ હતો કે કેમ. ”
આ પણ વાંચો : સુશાંત કેસ/ પૂછપરછ માટે શોવિક અને મિરાંડાને સાથે લઈ ગઈ NCB
રાયસે વધુમાં કહ્યું કે, “સુશાંત દમણ ટ્રીપ દરમિયાન સારાને પ્રપોઝ કરવાની યોજના બનાવી રહ્યા હતા.” આ સિવાય તે સારાને ગિફ્ટ આપવા માંગતા હતા અને તેમણે તેમના માટે કંઈક માંગ્યું પણ ટ્રીપ રદ થઈ ગઈ. આ પછી કેરળ ટ્રિપની યોજના કરવામાં આવી હતી, પરંતુ તેઓ ત્યાં પણ જઈ શક્યા ન હતા. ફેબ્રુઆરી અથવા માર્ચ 2019 માં, મને ખબર પડી કે આ બંનેના સંબંધ તૂટી ગયા છે. સારા મેમ જાન્યુઆરી 2019 પછી ફાર્મહાઉસમાં ક્યારેય આવ્યા નહોતા. ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.