Not Set/ સાળંગપુર/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સારા સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના કોરોના પોઝીટીવ રિપોર્ટ બાદ સ્વાસ્થ્ય સારું રહે તેને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેમજ મંદિરના કોઠારી સ્વામિ આહુતિ અર્પણ કરી દેશના ગૃહમંત્રી અમિતશાહના સ્વાસ્થ્યને લઈ  પ્રાર્થના કરી હતી. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં કામ કરતા […]

Gujarat Others
 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ના કોરોના પોઝીટીવ રિપોર્ટ બાદ સ્વાસ્થ્ય સારું રહે તેને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં કેબિનેટ મંત્રી સૌરભ પટેલ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ તેમજ મંદિરના કોઠારી સ્વામિ આહુતિ અર્પણ કરી દેશના ગૃહમંત્રી અમિતશાહના સ્વાસ્થ્યને લઈ  પ્રાર્થના કરી હતી.

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં કામ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને કોરોના પોઝિટીવ આવતા સારવાર અર્થે દિલ્હી હોસ્પિટલમાં ખસેડેલ હતા.  હાલ તેમને તબિયત ને લઈ ભારતીય જનતા પાર્ટીના નાનાંમોટાં તમામ કાર્યક્રમમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે.  

ત્યારે સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અમિત શાહના સ્વાસ્થ ને લઈ મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, રાજ્યસભાના સંસદ અભય ભારદ્વાજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતન રામાણી તેમજ મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી વિગેરે જોડાયા હતા. અમિત શાહ ના સ્વાસ્થ ને લઈ હનુમાનજી દાદાના ચરણો માં પ્રાર્થના કરી હતી. અમિત શાહ સહિત તમામ કોરોના વોરિયર્સ માટે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા ચિંતા વ્યક્ત કરી સૌના સારા સ્વાસ્થ માટે પ્રાથના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.