Not Set/ સાવધાન! સુરતથી નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી થયો ફરાર

સુરતથી હાલ ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો છે. જણાવીએ કે નવી સિવિલ હોસ્પિટલમાંથી 50 વર્ષના દર્દી ફરાર થઈ ગયા છે. સવારના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયાં. આપને જણાવી દઈએ કે આ દર્દીનો 21મી એપ્રિલના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ […]

Gujarat Others

સુરતથી હાલ ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઈ ગયો છે. જણાવીએ કે નવી સિવિલ હોસ્પિટલમાંથી 50 વર્ષના દર્દી ફરાર થઈ ગયા છે. સવારના અગિયાર વાગ્યાની આસપાસ તેઓ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થઈ ગયાં.

આપને જણાવી દઈએ કે આ દર્દીનો 21મી એપ્રિલના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ દર્દી નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી ફરાર થતા તંત્ર દોડતું થયું છે. તાબડતોબ સલાબતપુરા પોલીસને જાણ કરવામાં આવી છે. આ બાજુ પોલીસે પણ દર્દીની શોધખોળ શરૂ કરી દીધી છે. 

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.