ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ડાયમંડ સીટી સુરત ખાતે કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેર હવે કોરોનાનું એપી સેન્ટર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ત્યારે આજ રોજ રાજ્યમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત શહેરની મુલાકેતે પહોચ્યા હતા.
સુરતમાં છેલ્લા 4 દિવસથી આરોગ્ય સચિવએ સુરતમાં પડાવ નાખ્યો છે. ત્યારે હવે CM રૂપાણી પણ સુરતમાં આવીને ખુદ પરીસ્થિતિનો કયાસ કાઢવા માટે પહોચ્યા હતા. તેમેણે જિલ્લા કલેક્ટર સાથે બેઠક પણ કરી હતી. કોરોનાને લઈને CM રૂપાણી અને DYCM નીતિન પટેલ સુરત પહોંચ્યા છે. જ્યાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મુખ્ય સચિવ, આરોગ્ય અધિકારીઓ અને સુરતના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કેટલીક અગત્યની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,
* રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ
* કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે
* સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે
* સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે
* કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ
* બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે
* રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા
* સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે
* ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.