ઉચાપત/
સુરતની વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં ઉચાપત, જનરલ અને પરીક્ષા ફંડમાંથી 1 કરોડ કરતાં વધુની ઉચાપત, યુનિવર્સિટીના બેન્ક ખાતામાંથી 1.19 કરોડની ઊંચાપત. કેમ્પસમાં જ આવેલી છે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા, બેંકની આ શાખામાં યુનિવર્સિટીનું જનરલ અને પરીક્ષા ફંડ ખાતું. બેંકના 3 કર્મચારીઓએ સાથે મળી કરી કરોડોની ઉચાપત. રાકેશ યાદવ, લીપીકા દાસ અને વિજય યાદવે કરી ઉચાપત, વિવિધ રાજ્યના ડુપ્લીકેટ ચેકો જમા કરાવી કૌભાંડ આચર્યું. 1,19,16,760ની રકમ વિવિધ બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધી, સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ