એક રીતે જોવા જઇએ તે, સુરતમાં કોરોના દર્દી માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન માટે અલાયદી વ્યવસ્થા સરકાર અને તંત્ર દ્વારા કરી દેવામાં આવે તેવી તૈયારી સરકાર દ્વારા બતાવવામાં આવી છે. જી હા, અત્યાર સુધી જે રીતે દર્દીઓને છૂટક બોટલથી ઓક્સિજન અપાયો હતો, તેની જગ્યાએ ઓક્સિજનની 1300 લિટરની કાયમી ટેન્ક માટે તંત્રએ તૈયારી કરી છે. હા જો કે આ તૈયારી જ છે ટેન્કની વ્યાવસ્થા કે નિર્માણ હવે કરવામાં આવશે, પરંતુ સારી વાત છે કે તંત્રએ આ દિશામાં મંડાણ તો કર્યુ કારણે કે હાલ સુરતમાં અઘઘઘ કોરોના પેસન્ટ છે. નવી સિવલ હોસ્પિટલમાં 395 દર્દીઓ દાખલ છે અને આ દર્દીઓમાંથી 224ની હાલત ગંભીર હોય તે વેન્ટીલેટર કે ઓક્સિજન પર નિર્ભર છે. જો કે, હવે ઓક્સિજન ટેન્ક વસાવવાનો વિચાર સરકારે કરી લીધો છે અને આ માટે તૈયારી પણ કરી લીધી છે. પ્રશ્નએ છે કે, આટલું મોડુ કેમ ??? શું સુરત તંત્ર માટે કોરોનાનો કપરો કાળ હવે શરૂ થયો હોય તેવું તો નથીને, તો આત્યાર સુધી શું હતું. આમ જીતશું કોરોના સામેની જંગ આમ…?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….