કોરોનાને રોકવા લાગુ કરવામાં આવેલ લોકડાઉન બાદથી લોકો ઘણા મુદ્દાઓને લઇને પરેશાન થઇ રહ્યા છે. કોઇ પોતાની નોકરી ખોવાની વાત કરે છે તો કોઇ શાળામાં ફી મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે. આવો જ મુદ્દો સુરતની શાળાઓમાંથી બહાર આવ્યો છે. જ્યા શાળા સંચાલકોએ વાલીઓને ફી મુદ્દે સતત પરેશાન કરતતા હોવાનુ સામે આવી રહ્યુ છે.
સુરતનાં ઉમરગામની ઉમરીગર મેમોરિયલ શાળા ફી મુદ્દે વાલીઓને પરેશાન કરી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફી નહીં ભરે તો શિક્ષણ બંધ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો વાલીઓ આરોપ કરી રહ્યા છે. આ મુદ્દે વાલીઓ શાળા પર એકઠા થયા છે. વાલીઓનાં જણાવ્યા અનુસાર, અમને મેેસેજ કરી ફી ની ઉઘરાણી કરવામાં આવી રહી છે. તેટલુ જ નહી તેમને ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની ચીમકી પણ આપવામાં આવી રહી છે. ફી મુદ્દે વારંવાર શાળા સંચાલકો દ્વારા દબાણ કરવામાં આવતા રોષે ભરાયેલા એસડી જૈન સ્કૂલનાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા છે. ફી નહિ ભરનારાઓના ઓનલાઈન શિક્ષણ બંધ કરાતા આ ફરિયાદ કરવામાં આવી છે. આ મુદ્દે વાલીઓનું કહેવુ છે કે, અમે કોરોનાનાં કારણે ફી ભરવામાં હાલમાં અસક્ષમ છીએ. જો કે આ મુદ્દે પાંચ દિવસ પહેલા પણ જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અહી પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું વાલીઓ કહી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસનાં ભારતમાં પગ પેસારો થયા બાદ વડા પ્રધાન મોદીએ દેશમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી દીધી હતી. જે બાદનું આજે પરિણામ સમગ્ર દેશની સમક્ષ છે. લોકડાઉન કરવા છતા કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો નથી. ઉપરાંત લાખો લોકોએ આ લોકડાઉનનાં કારણે પોતાની નોકરીઓ ગુમાવી છે. ઘણા લોકોનાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. ત્યારે હવે આની અસરનાં કારણે લોકો પોતાના બાળકોની શાળાની ફી ભરવામાં અસક્ષમ બની ગયા છે. ત્યારે જોવાનુ રહેશે કે આવતા સમયમાં આ પ્રશ્નોનું કોઇ નિરાકરણ આવે છે કે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.