અમદાવાદ હોય કે સુરત પરંતુ આ બંને મોટા શહેરોમાં બીઆરટીએસ બસોના ડ્રાઇવરો બેફામ રીતે બસ ચલાવતા હોય છે અને અનેક લોકોનો જીવ લેતા હોવાનાની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં સુરતની બીઆરટીએસ બસના એક ડ્રાઇવરે એવું કામ કર્યું છે કે, તે વ્યક્તિને દિલથી સેલ્યુટ મારવા માટે હાથ ઉપર થઇ જાય અને તમે પણ વિચારવામાં પડી જાવ.
આ ઘટનાની વાત કરીએ તો, સુરતની બીઆરટીએસ સેવાની સોમેશ્વરથી અમેઝિયા રૂટની બીઆરટીએસ બસ અશોકભાઈ કરસનભાઈ માઘડ ચલાવે છે. તેઓ બસ લઈ વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસેથી અલથાણ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક તેમને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યા હતો, ત્યારબાદ તરત જ તેમને બસને સાઈડમાં ઉભી રાખી હતી અને બીઆરટીએસના સુપરવાઈઝરને જાણ કરી હતી, આ સાથે જ બસમાં બેઠેલા મુસાફરોને પોતાની તબિયત અંગેની જાણ કરી ઉતારી દીધા હતાં, અને પોતે બસમાં સૂઈ ગયા હતા.
ત્યારબાદ સુપરવાઈઝરે પણ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ અશોકભાઈનું મોત નીપજ્યું હતું. ખટોદરા પોલીસે અશોકભાઈના મોતનુ સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, પરંતુ આ ઘટના પરથી સંદેશો મળે છે કે, બીઆરટીએસના ડ્રાઇવરે મુસાફરોનો તો જીવ બચાવ્યો હતો અને પોતાની ફરજ નિભાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.