સુરતનાં નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક એક ગટરમાં ઉતરેલા બન્ને મજૂરના મોત થયા મોત થયા છે. આ બંને મજૂર ગટર સાફ કરવા માટે ગટરમાં ઉતર્યા હતા. જે દરમિયાન બંને મજૂરો બેભાન થઇ ગયા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબો દ્વારા એકને મૃત જાહેર કરાયો છે. જે બાદમાં બીજા મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેના પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો છે. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આપને જણાવી દઈએ કે, બે મજૂર ગટરમાં બેભાન થઈ ગયા હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા. જ્યારે જે મજૂર ગટરમાં બેભાન થયા છે તેના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પરિવારની રોકકળથી વાતાવરણ ગમગીન થઈ ગયું છે.
ફાયરના જવાનો દ્વારા પરિવારજનોને દૂર કરી બંને મજૂરને ગટરમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોચાડ્યા હતા. જે પૈકી 52 વર્ષીય મોમશિંહ રત્ના અમળિયાને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.