આજે જ્યારે કોરોનાના ભયથી લોકો સામાજિક અંતરનું પાલન કરી રહ્યા છે. ભીડભાડવાળા વિસ્તારો પર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે સુરતમાં મહિલા TRBએ જાહેરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. આ જન્મદિવસનો વિડીયો હાલ સામે આવ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા આ સેલિબ્રેશનનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જે પોલીસ કમિશ્નરના ધ્યાનમાં આવતાં તમામને છૂટા કરી દેવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પોલીસ અને પાલિકા કમિશ્નર દ્વારા જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશન કરવા પર પાબંદી લગાવવામાં આવી હોવા છતાં પણ TRBના જવાનોએ જાહેર માર્ગ પર બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. આમ નાગરિકો પર પાબંદી અને TRBને છૂટ જેવા સવાલો હાલ સોશિયલ મીડિયા પર ઉઠી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.