ગુજરાતમાં દિવસે ને દિવસે બળાત્કાર અને છેડતીની ઘટના સતત વધી રહી છે. ત્યારે વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. સુરતમાં એક મહિલા સાથે યુવકે ખરાબ વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
મળતી માહિતી અનુસાર સુરતના સહારા દરવાજા સ્થિત નયા કમેલા દરવાજા વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં પતિ બહાર હોવાથી મહિલા હાજર હતી. આ દરમિયાન પતિ દુકાન પર નહિ હોવાને લઈને આરોપી જાવેદ આસીફખાન પઠાણ આવ્યો હતો. અને પાણીની બોટલની માંગણી કરી હતી. આરોપી જાવેદ આસીફખાન પઠાણે મહિલા પર દાનત બગાડી હતી. જે બાદ જ્યારે મહિલા ફ્રીઝમાંથી પાણી બોટલ કાઢી રહી હતી ત્યારે નરાધમ જાવેદ આસીફખાને હાથ પકડી લીધો હતો. જાવેદખાનની હરકતોથી ચોંકી જનાર મહિલાએ પોતાનો હાથ છોડાવ્યો હતો પરંતુ જાવેદે જબરજસ્તી કરી મહિલાની છાતી પર હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી.
જેથી મહિલાએ પોતાનો બચાવ કરવા જાવેદખાનને ધક્કો મારતા તે દુકાન નીચે પડતા કપાળમાં ઇજા થઇ હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જો કે પંદરેક મિનીટમાં જાવેદ લાકડાનો ફટકો લઇ પરત આવ્યો હતો અને શામ કો આકે તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દું તેવી ધમકી આપી ગાળા-ગાળી કરી હતી.
આ દરમિયના ઘરની નજીક રહેતી મહિલાની નણંદ પહોંચી મામલો થાળે પાડવાની કોશિશ કરી રહી હતી, ત્યારે આરોપીએ મહિલાની નણંદને લાકડાની ફટકા મારી ઇજાગ્રસ્ત કરી હતી. તોબીજી તરફ આજુબાજુના લોકો એકઠા થતાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. જતાં જતાં મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા, મહિલાએ આ મામલે તાત્કાલિક પુણા પોલીસ મથકે દોડી જઈને તેની શારીરિક છેડતી કરનાર જાવેદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ