સુરતમાં લૂંટ, અપહરણ અને હત્યાની ઘટનાઓ અટકવાનું નામજ નથી લઇ રહી.ત્યારે આવામાં વધુ એક અપહરણ અને હત્યાની ઘટના સામે આવી છે. અહીં સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ગૂમ થયેલા એક માસૂમનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકના મૃતદેહ પર ઇજાઓના નિશાન હત્યાની આશંકા સેવાઇ રહી છે. તો બીજી તરફ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બાળકની હત્યા તેના જ સાથી મિત્રએ કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
આપને જણાવી દઈએ કે,સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ ઝારખંડના વતની અને પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગર પ્લોટ નં.57 માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંતોષ અજયભાઈ તિવારીનો 11 વર્ષનો પુત્ર આકાશ ગત બપોરે 3 વાગ્યે તેની માતાને સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.જે બાદ સાંજે મોડા સુધી ઘરે ન આવતા પરિવારજનોએ આકાશની શોધખોળ શરુ કરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતા આખેર પાંડેસપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસે અપહરણનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આકાશ મૃત હાલતમાં તેના ઘર નજીક જ લક્ષ્મીનગર પાસેથી મળી આવ્યો હતો. આકાશના ગળા પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આંશકા સેવવામાં આવી છે.
પોલીસને આશંકા છે કે તેના સાથી કે કોઇ નજીકના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે આ મામલે શંકાસ્પદ બે લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન