રાજ્યમાં દિવસે ને દિવસે છેડતીના બનાવ સતત વધી રહ્યા છે. આવામાં વધુ એક છેડતીનો બનાવ સુરતથી સામે આવ્યો છે. અહીં સગીરાની છેડતી કરનાર ત્રણ બદમાશ સગીરોનું જાહેરમાં અર્ધ મુંડન કરવામાં આવ્યું હતું, જે બાદ તેનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ એક સોસાયટીમાં રહેતી સગીરા સાથે મોડી સાંજે સગીર વયના ત્રણ યુવકોએ છેડતી કરી હતી. યુવકોએ “મીઠી સોપારી ખાવું છે” એમ કહી બીભત્સ ઈશારો કરી છેડતી કરી હતી. જે ઘટના બાદ સગીરાએ પોતાના માતા-પિતાને ઘટના અંગે કહેતા સગીરાના માતા-પિતાએ સગીરાઓના રિવારજનોને ફરિયાદ કરી હતી.
ફરિયાદ બાદ પરિવારજનો તેમજ સોસાયટીના લોકો મળીને ત્રણે સગીર છોકરાને પાઠ ભણાવવા જાહેરમાં અર્ધ મુંડન કરાવ્યું હતું, એટલું જ નહીં ત્રણ દિવસ સુધી અર્ધ મુંડન રહેવા પણ તાકિદ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.