યુપીના હાથરસમાં અબ્નેલી ઘટનાને લઇને દેશભરમાં વિરોધનો માહોલ છે. જેમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પણ રાજકીય રોટલો શેકતા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતની તમામ પાર્ટીઓએ આ મામલે વિરોધ કર્યો છે. સુરતમાં પણ આજે આ ઘટનાને લઈ સુરત મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પરંતુ આ સમયે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મમતા સવાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મમતા સવાણીએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, પોલીસવાળાએ કહ્યું, ફાંસી ખાઈ લો, એટલે ફાંસો ખાવા આવી. મમતા સવાણીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. તેમજ તેમની અટકાયત કરીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.