કરૂણ/ સુરેન્દ્રનગર: રક્ષાબંધનના દિવસે જ બે સગા ભાઈઓના મોત, ઢાંકી ગામ નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા બે ભાઈઓના મોત, રક્ષાબંધનના દિવસે જ 4 બહેનોએ 2 ભાઈઓની છત્ર છાયા ગુમાવી, બંને ભાઈઓ વહેલી સવારે પશુઓ ચરાવવા ગયા હતા, સિદ્ધરાજ કરણાભાઈ સભાડનું ડૂબી જવાથી મોત. વીનેશ કરણાભાઈ સભાડનું તલાવડીમાં ડૂબવાથી મોત થયું. તહેવાર ટાણે સગા બે ભાઈઓના મોતથી પરિવારમાં આક્રંદ. બંને ભાઈઓના મૃતદેહને ખેત તલવાડીમાંથી બહાર કઢાયા
