Not Set/ સુરેન્દ્રનગર/ લીબડીના સૌકા ગામ માંથી સિમેન્ટ-કોન્ક્રીટનાં મીલર માં ભરેલો 12.92 લાખનો દારૂ ઝડપાયો

દારુનાં બુટલેગરો જો પોતાનું દિમાગ કોઇ સારા કામ માટે વાપરે તો દેશ પ્રગતીની નવી ઉંચાઇઓ સર કરે તે વાત પાક્કી છે. આમ કહેવા પાછળનું વ્યાજબી કારણ પણ પ્રસ્તુત છે. બુટલેગરો દારુની હેરાફેરી માટે એવા એવા તો રસ્તા શોધી કાઢે છે કે, વાત જ ન પુછો. આવો જ એક એખતરો દારુની હેરાફેરી માટે  ફરી કરવામાં આવ્યો, […]

Gujarat Others
f641f1cd9dcc967f7d5c1fa236af716d સુરેન્દ્રનગર/ લીબડીના સૌકા ગામ માંથી સિમેન્ટ-કોન્ક્રીટનાં મીલર માં ભરેલો 12.92 લાખનો દારૂ ઝડપાયો

દારુનાં બુટલેગરો જો પોતાનું દિમાગ કોઇ સારા કામ માટે વાપરે તો દેશ પ્રગતીની નવી ઉંચાઇઓ સર કરે તે વાત પાક્કી છે. આમ કહેવા પાછળનું વ્યાજબી કારણ પણ પ્રસ્તુત છે. બુટલેગરો દારુની હેરાફેરી માટે એવા એવા તો રસ્તા શોધી કાઢે છે કે, વાત જ ન પુછો. આવો જ એક એખતરો દારુની હેરાફેરી માટે  ફરી કરવામાં આવ્યો, પરંતુ આપણી પોલીસ પણ કાઇ કમ નથી તે આ હેરાફેરીને પકડીને પોલીસે પણ સાબિતી આપી દીધી છે. 

f485fb66fa95e44d80ffdfc42e22148c સુરેન્દ્રનગર/ લીબડીના સૌકા ગામ માંથી સિમેન્ટ-કોન્ક્રીટનાં મીલર માં ભરેલો 12.92 લાખનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લા ના લીબડી તાલુકાના સૌકાની સીમમાંથી મીલરીયામાં ભરેલો 12.92 લાખનો દારૂ ઝડપાયો છે.  પોલીસે ટ્રક સહિત 27 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. લીંબડી તાલુકાના સૌકા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે મીલરીયામાં ભરેલી ઈંગ્લીશ દારૂની 3357 બોટલો સ્થાનિક પોલીસે ઝડપી પાડી છે. 12.92 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટ્રક સહિત 27 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 

2d252fbf2c5e2f01766e4a84bdcdfba0 સુરેન્દ્રનગર/ લીબડીના સૌકા ગામ માંથી સિમેન્ટ-કોન્ક્રીટનાં મીલર માં ભરેલો 12.92 લાખનો દારૂ ઝડપાયો

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે જેને લઈને પોલીસ દ્વારા પ્રોહિબીસન શોધી કાઢવા માટે પેટ્રોલીંગ કામગીરી તેજ કરી દેવામાં આવી છે. નાઈટ પેટ્રોલીંગ દરમિયાન હેડ કો. હરપાલસિંહ ઘનશ્યામસિંહને મળેલી બાતમી મળી હતી કે અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક સૌકા ગામની સીમમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.

ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.કે.ઈશરાણી, પી.એમ.ધાંધલ, રવિરાજસિંહ ઝાલા સહિતે બાતમીની જગ્યાએ દરોડો પાડયો હતો. નર્મદા કેનાલ નજીક બાવળની કાંટમાં સંતાડેલા ટ્રકમાં રાખેલા મીલરીયામાં 3357 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. 12,92,250 રૂ.નો દારૂ અને 15 લાખના ટ્રક સહિત કુલ 27,92,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક ચાલક કે બુટલેગરો હાજર મળ્યા નહોતા. પેટા ચૂંટણી પહેલા ઝડપાયેલા દારૂને લઈને લીંબડી પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews