અભિનેત્રી રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ સુશાંત સિંહ રાજપૂતના ફેમિલી વકીલ વિકાસ સિંહે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને પત્ર લખ્યો છે. આમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) દ્વારા સીબીઆઈને સુપરત કરવામાં આવેલા ફોરેન્સિક તપાસ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને ખામીયુક્ત ગણાવ્યો હતો.
વિકાસ સિંહે સીબીઆઈને લખેલા આ પત્રમાં, “આ કેસ સીબીઆઈ દ્વારા રચાયેલી બીજી ફોરેન્સિક ટીમને મોકલવો જોઇએ.”
#SushantSinghRajput‘s family lawyer Vikas Singh writes a letter to CBI Director, raising objections over forensic examination report submitted by AIIMS to CBI & calling it faulty.
The letter reads, “Matter needs to be referred to another forensic team to be constituted by CBI.” pic.twitter.com/Jlnnusf37C
— ANI (@ANI) October 7, 2020
આપને જણાવી દઇએ કે એઈમ્સની ફોરેન્સિક ટીમે સીબીઆઈને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મોત આત્મહત્યાને કારણે થયું છે. આ હત્યા નથી. ડોક્ટર સુધીર ગુપ્તાની અધ્યક્ષતાવાળી એઈમ્સ ફોરેન્સિક પેનલની રચના ઓગસ્ટમાં અભિનેતાના મૃત્યુ અંગે મેડિકલ-કાનૂની અભિપ્રાય આપવામાં સહાય માટે સીબીઆઈની વિનંતીથી કરવામાં આવી હતી.
સીબીઆઈએ આત્મહત્યાની વાત સ્વીકારી
જો સૂત્રોની વાત માનીએ તો, એઈમ્સ પછી, હવે સીબીઆઈએ પણ સ્વીકાર્યું છે કે સુશાંતે આત્મહત્યા કરી હતી. તેના શરીર પર કોઈ નિશાન મળ્યા નથી. સીબીઆઈને હજી સુધી રિયા ચક્રવર્તી સામે પુરાવા મળ્યા નથી. સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કોઈ પુરાવો નથી. મૃતક અભિનેતાના ખાતાનું ફોરેન્સિક ઓડિટ કરાયું હતું. 70 કરોડમાંથી માત્ર 55 લાખનો ખર્ચ રિયા પર થયો હતો. મોટાભાગના નાણાં મુસાફરી, સ્પા અને ભેટો પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે. જોકે, રિયાની ભૂમિકા અંગે સીબીઆઈ તપાસ હજી ચાલુ છે.
રિયાને મળ્યા જામીન
સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન બદલ ધરપકડ કરવામાં આવેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે બુધવારે એક લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપી દીધા હતા. તેના વકીલ સતીષ માનશીંડેએ આ માહિતી આપી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ