Not Set/ સુશાંતસિંહ રાજપૂતનાં ફેન આજે પણ તેને કરી રહ્યા છે યાદ, તાજુ ઉદાહરણ જુઓ આ વીડિયોમાં

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેની શૈલી અને તેની ફિલ્મોથી દરેકનું હૃદય જીતી લીધું હતુ. તેના મૃત્યુથી લોકો હચમચી ઉઠ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત 34 વર્ષની ઉંમરે દુનિયાને છોડી ચુક્યા છે. 14 જૂને, અભિનેતા તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ચાહકો સોશિયલ મીડિયા દ્વારા સુશાંત સિંહ રાજપૂતને અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. […]

Uncategorized
da06b68ccf3998b362afa16f0cf808f3 સુશાંતસિંહ રાજપૂતનાં ફેન આજે પણ તેને કરી રહ્યા છે યાદ, તાજુ ઉદાહરણ જુઓ આ વીડિયોમાં

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેની શૈલી અને તેની ફિલ્મોથી દરેકનું હૃદય જીતી લીધું હતુ. તેના મૃત્યુથી લોકો હચમચી ઉઠ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત 34 વર્ષની ઉંમરે દુનિયાને છોડી ચુક્યા છે. 14 જૂને, અભિનેતા તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ચાહકો સોશિયલ મીડિયા દ્વારા સુશાંત સિંહ રાજપૂતને અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વળી તાજેતરમાં શિખા શર્મા નામનાં એક કલાકારે 3 ડી રંગોલી બનાવી સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી છે.

શિખા શર્માએ સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત એક વીડિયો શેર કર્યો છે, જે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. વીડિયોમાં શિખા શર્મા સુશાંત સિંહ રાજપૂતની 3 ડી રંગોળી પાસે બેઠેલી જોવા મળી રહી છે. સુશાંત સિંહ રાજપૂત 3 ડી રંગોળીમાં બેઠા બેઠા હસતાં જોવા મળે છે. સુશાંત સિંહ રાજપૂતની રંગોલીનો વીડિયો શેર કરતાં શિખા શર્માએ લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતને અમારી શ્રદ્ધાંજલિ, તમે હંમેશા અમારા હૃદયમાં જીવંત છો સર. શિખા શર્માનો આ વીડિયો વિશે ચાહકો પણ ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે, સાથે સાથે રંગોળીની પ્રશંસા પણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદથી તેમના ચાહકો સોશિયલ મીડિયા પર સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત એ ટીવી સીરિયલ કિસ દેશ મેં હૈ મેરા દિલથી પોતાના અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. આ પછી સુશાંત સિંહ રાજપૂતે સીરીયલ પવિત્ર રિશ્તામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી, અભિનેતા ઝરા નચકે દીખા અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શો માં ખૂબ વખાણ મેળવ્યા હતા. અભિનેતાએ ફિલ્મ કાય પો છે થી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે શુદ્ધ દેશી રોમાંસ, સોન ચિરૈયા, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી જેવી ઘણી ફિલ્મોમાં દેખાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.